જાદુગર
જાદુગર
સાધના કરતો રહે છે જાદુગર સંસારમાં તું,
સ્વપ્નને ભરતો રહે છે જાદુગર સંસારમાં તું,
રાયને તું રંક કરતો, રંકને રાયા કરે છે,
હાથથી તરતો રહે છે જાદુગર સંસારમાં તું,
છદ્મવેશે તું પરીના દેશ ઘૂમે એકલો થઈ,
અંચળો ધરતો રહે છે, જાદુગર સંસારમાં તું,
દીકરી ભારો ભલે કહેવાય, પણ સુંદર પરી છે,
ભાવથી ઝરતો રહે છે, જાદુગર સંસારમાં તું,
હાથચાલાકી સહજ તો લાગતી એવી તને તો,
પ્યારથી મરતો રહે છે, જાદુગર સંસારમાં તું,
જાદુગર તું ખેલ વિધવિધ ભાતના કરતો રહે છે,
આગમાં ફરતો રહે છે, જાદુગર સંસારમાં તું,
જઈ પરીના દેશમાં, સુંદર પરીઓ સંગ મળતો,
બાગમાં ઠરતો રહે છે, જાદુગર સંસારમાં તું.
