STORYMIRROR

purvi patel pk

Drama

3  

purvi patel pk

Drama

મુખવટો

મુખવટો

1 min
120

વિચાર્યું, ચાલ મન આજે આપણે મળીએ,

ભેગા મળી ભૂતકાળની ભૂતાવળ ખંખેરીએ,


નિઃસ્વાર્થ, નિર્દોષ યાદોને ચકરડીમાં બેસાડીએ,

બાળપણની ચકડોળના ચક્કર આજે ચડે છે,


દુનિયાની ભીડમાંથી નીકળી પોતાને મળીએ,

લાગણીના વરસાદમાં સાથે મળી પલળીએ,

ફરી એકવાર આ કોરી જિંદગીને ભીંજવીએ.


વેરવિખેર થયેલી આ જીવન ઘટમાળને,

ભેગા મળી ફરી એકવાર ક્રમબદ્ધ કરીએ,


કોરકટ્ટ જીવનમાં, પ્રેમભર્યા શબ્દો વડે, 

ચાલ મન, ફરી એક પ્રેમભરી ગઝલ લખીએ.


માણસ નામનો નકલી 'મુખવટો' પળમાં ઉતારીને,

તૂટેલા સપનાનો કાટમાળ હટાવીએ,


રંગભૂમિના નવરસ ને નવરંગો જેવા, 

તાલીમ વગરના આપણે સૌ કલાકાર છીએ,


સારું-નરસું બધું અભરાઈએ ચડાવીએ,

ચાલ મન, ફરી આજે આપણે મળીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama