અંધકાર
અંધકાર
અંધકાર ભીનો જોઈ શિયાળવા કરે લાળી,
રાતે અંધકારમાં એકેય રહે નહિ માળી,
ચાંદનીનું તેજ અંજવાળું જોઈ પંખી ભાગે,
અંધકાર ભરી રાત્રિ જોઈ બધી ડાકણ જાગે,
ઘનઘોર કાળી રાત્રિમાં અંધારું ખૂબ જામે,
પંખીના ટોળા ઊડે રોજ સવારે ગામે ગામે,
સૂમસામ જગ્યાએ જોવા મળે છે ભૂતનું નગર,
નદી તળાવમાં જોવા મળે છે કાચબા ને મગર,
અંધકારમાં શિયાળ શોર મચાવે ભૂતને ભાળી,
રાત્રિમાં આટા મારે ડાકણ ઓઢી ચાદર કાળી,
કૃષ્ણની વાસળીનો સંભળાય જેમ રોજ નાદ,
રાત્રિના અંધકારમાં અમે ભૂતની કરે સાદ,
શિયાળ કરે શિયાળામાં સૌથી વધુ લાળી,
ભૂત કરે ઉનાળામાં સૌથી વધુ રાત કાળી.
