પિતા
પિતા
પિતા બનતાં સદા, મારા સુપરમેન,
પિતા ગમતાં સદા, મારા સુપરમેન,
કરી જાણે બધુંયે પળ મહીં જે,
પિતા ખમતાં સદા, મારા સુપરમેન,
ન અઘરું લાગતું એને કશુંયે
પિતા ઘડતાં સદા, મારા સુપરમેન,
કરે મહેનત જુએ દિન-રાત ના એ,
પિતા લડતાં સદા, મારા સુપરમેન,
એ થાકી જાય, ના કો' રેખ મુખ પર,
પિતા વદતાં સદા, મારા સુપરમેન,
ન ઋણ ફેડી શકું ના ચર્મથી કો',
પિતા વળતાં સદા, મારા સુપરમેન,
ન ચિંતા કો' સતાવે છત્રછાયે,
પિતા મળતાં સદા, મારા સુપરમેન.
