નિંદક નિયરે રાખજો
નિંદક નિયરે રાખજો
સારુ લાગે તો હાથ ઝાલવા,
માઠું લાગે તો ટપલી મારવા,
ખોટું થાય તો ટકોર કરવા,
નિંદક હંમેશા નિયરે રાખજો.
મઝધારમાંથી પાર ઉતરવા,
સુખ-દુઃખમાં કસોટી કરવા,
સફળતાના શિખરે બિરાજવા,
નિંદક હંમેશા નિયરે રાખજો.
મોહમાયા સદંતર ત્યાગવા,
લોભ, લાલચ છે બુરી બલા,
એને હંમેશા અળગા રાખજો,
નિંદક હંમેશા નિયરે રાખજો.
બાકી બધા આડંબર મોટા,
જાત-પાતના કિસ્સા ખોટા,
નિત્ય એક જ પ્રાર્થના કરજો,
નિંદક હંમેશા નિયરે રાખજો.
ઈર્ષાળુને સદા આશીર્વાદ,
મૂરખ સાથેના કરજો વાદ,
સો વાતની બસ એક વાત,
સાચા શુભચિંતક છે 'નિંદક'.
