STORYMIRROR

Alpa Bhadra "krishna"

Drama Inspirational

3  

Alpa Bhadra "krishna"

Drama Inspirational

કોરી ખાય છે

કોરી ખાય છે

1 min
209

તારી પરાણે આપેલી આઝાદીને, મેં સ્નેહથી વધાવી લીધી,

ને મળેલ મારી જન્મસિદ્ધ આઝાદીને, પરાવલંબી બનાવી લીધી,


અધિકાર તે આપ્યા જ એટલા, જેટલા તારે મન તને યોગ્ય હતા,

મેં તો એ પણ ન માગ્યું હકથી, જે મારા જ હકમાં હતા,


સ્વતંત્રતા, સ્વાધીનતા, સ્વેચ્છાએ તારી હોમી દીધી,

છતાં હર સમય કહેતો તું, હું તો સ્વછંદી નીકળી,


માનું વાત તારી દરેક હસતાં મોઢે હામી ભરું,

ભલે રડતું હોય હૃદય, હું હસ્તે હોઠે તુજને મળું,


સંસાર તારો સાચવ્યો મેં, મુજ ઘર ને માવતર ગણી,

વારી આવી મુજ પિયરની, તે ત્યાં મુજને જ પારકી ગણી,


શું કરવું ત્યાં જઈને, ત્યાં તને શા કામ, 

આરામ જ છે કરવું તો રહે ને અહીંજ થઈ ઘડી,


કામ જ શો હોય છે તને, આખો દિ તું નવરી હોય,

રસોઈ કરવી, છોકરા સાચવવા, એનાથી વધુ શું હોય,


વ્હેણ તારા ચૂભે કાળજે, જેમ ખૂંચે પગમાં શૂળ,

વરી તુજને પ્રીતથી, શું એ જ હતી મારી ભૂલ ?


યાદોના ભમ્મર તારા આજ મુજને કોરી ખાય છે,

કેટલું સમજાવું મનને તોય, તુંજ તરફ જ દોડી જાય છે,


આ ભમ્મર મારો પીછો કદી છોડશે કે નહિ ?

આ મન મારું તુંજ સંગ પાછું દોડશે કે નહિ ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama