અનંત નભ
અનંત નભ
અહો ! વિસ્મિત થાઉં છું દેખું અનંત નભને હું જ્યારે જ્યારે !
કોણે ચીતર્યો છે માંડવો સુંદર નભતણો વિચારું ત્યારે ત્યારે !
સૂર્ય,ચંદ્ર છે નાયક સમ,વળી બહુ તારલિયાઓ પણ છે આચ્છાદિત !
સ્તંભ વગરનો આ માંડવળો કોણે કરી રાખ્યો છે જુઓને સ્તંભિત !
અહો ! વિહરતાં દેખીને નિશ્ચિંત વિહગને મુક્ત ગગનમાં !
કોણ છે ? અદ્રશ્ય જે સાચવે છે પગપગ એને વિચારું મનમાં !
શ્યામલ કૃષ્ણસમ મેઘ ઉમટે છે જ્યારે જ્યારે ગગનમાં !
વરસે વર્ષાજલ,હું વિચારું રડ્યું છે આભ કે છલકયાં છે એનાં નયન ખુશીમાં !
આનંદિત છું,અચંબિત છું દેખીને અદ્ભૂત એક દ્રશ્ય કલ્પનામાં !
શું ખરેખર ! મિલન થઈ રહ્યું છે નભતણું વસુંધરાથી દૂર ક્ષિતિજમાં.... !
