લૉકડાઉન અને નવનિર્મિત પ્રકૃતિ
લૉકડાઉન અને નવનિર્મિત પ્રકૃતિ


'લૉકડાઉન'માં જ્યારથી આ માનવ નામક પ્રાણી,
ઘરમાં છે પુરાયું,
નૈસર્ગિક સૌંદર્ય જુઓને,
કેવું અનોખું જ છે ચિતરાયુ.
ખીલી ઉઠી છે પ્રકૃતિ ને,
છે આજે ચારે કોર હરીતિમા,
દખલગીરી વગર માણસની,
પ્રદૂષણ ઘટ્યું છે તીવ્રગતિમાં.
સ્વચ્છ થયું છે વાતાવરણ ને,
તાજા પ્રાણવાયુનો થયો છે સંચાર,
સ્વચ્છ થઈ છે ગંગા ને યમુના,
નિર્મલ બની છે એની જલધાર.
કોરોનાના પ્રતાપે બેસીને રહેવું પડે છે,
જીવન માટે ઘરમાં,
દોહન કુદરતનું કર્યું છે કેટલું માનવજાતિએ,
વિચારો એ ફુરસદમાં.
નૈસર્ગિક સંપદાને વેડફીને,
કરી'તી માનવ એ ચકચાર,
રક્ષા કરીશ હું પ્રકૃતિની સંકલ્પ એ તું મનમાં ધાર,
માનીને કુદરતનો આભાર.