વાત્સલ્ય મૂર્તિ "મા"
વાત્સલ્ય મૂર્તિ "મા"
કુમળા હૃદયની વાત્સલ્યથી ભરેલી એક સુકોમળ મૂર્તિ,
ઉદરમાં નવ માસ નિજ રક્તથી એ બાળકનું સિંચન કરતી.
સૃજનની પીડાથી ભરેલાં તનમાં દર્દથી કણસતી ટળવળતી,
રુદન પહેલું સાંભળી નિજબાળનું આંખોથી ઝરતાં સ્નેહમોતી.
બાળકમાં સંસ્કાર સિંચવામાં નિજત્વને ભૂલી એ ખોવાતી,
નિજ બાળનાં શૈશવમાં ખોવાઈ બાળ રૂપે એ બની જાતી.
સન્માર્ગ પર રાખવા નિજ બાળને દર્શાવે એ ઉપરછલ્લો ક્રોધ,
પણ મા તો સદા છે લાગણીનો નિરંતર વહેતો અક્ષય ધોધ.
રાખે બચાવ
ી નિજ બાળ ને એ તાપથી કે હોય ધધકતો ધોખ,
ત્યારે જ તો જગતનો નાથ પણ જન્મ લેવા માટે ચાહે છે માની કોખ.
મા તો છે એક નિર્મળ સરિતા પ્રેમ નીતરતી ખડળખળ વહેતી,
બાળકના દુઃખદર્દને પોતાનામાં સમેટવા સદા તત્પર રહેતી.
ના ભૂલો મા નાં ઋણને નથી માન્યા એને ઉદરમાં તમને ભાર,
નિભાવો નિજ કર્તવ્યને થઈને રહો એ મા ના ઘડપણનાં સથવાર.
ઋણ છે આ એવું મા નું જે ક્યારેય નહીં ઉતરી શકે જીવનમાં,
મા નાં દૂધનો ને રક્તનો કર્જ ઉતારવા સક્ષમ છીએ વિચારો એ અંતર્મનમાં.