આવ્યું હતું
આવ્યું હતું
મધરાતીએ સ્વપ્નું આવ્યું હતું,
કોઈ પરીનું આગમન થયું હતું,
વાદળો સપ્તરંગો છવાઈ ગયા,
લીલી હરિયાળીથી લહેરાયું હતું,
કુદરતી સૌંદર્યનો નજારો જોતી,
પરીઓના દેશ જેવું લાગ્યું હતું,
ચાલબાજી કરીને છેતરી જાય,
વિચિત્ર માણસોમાં જોયું હતું,
પરીઓથી સુંદર લાગ્યું સ્વપ્નું,
અંધવિશ્વાસથી સ્વપ્ન ખોયું હતું.