કોરોના
કોરોના
ના સમજમાં આવતો તુજ વેષ, કોરોના
બસ બચાવી જાણવો છે દેશ, કોરોના,
શ્રેષ્ઠ ગણવું માસ્કને, મોં નાક ઢાંકે જે,
રક્ષશે ને આવશે ના ઠેસ, કોરોના,
હોડ તે તો બસ લગાવી જાન લેવાની,
કેટલી કરવી છે તારે રેસ,કોરોના,
તો અમે પણ જો ભગાવી જંપશું,જાણી લે,
ચાલશે તારા અહીં ના ટેસ, કોરોના,
સામનો કરવાં અમે તત્પર સદા છીએ,
જોર ના અજમાવજે તું લેશ, કોરોના,
સેવકો આ દેશના સક્ષમ બન્યાં છે જો,
બસ કરી રહેશે તને તો શેષ, કોરોના,
જાપ જપજે રામના, તુજ નામ ભૂંસીશું,
મોં ઉપર કાળી લગાવી મેષ, કોરોના.
