પરીલોક
પરીલોક
કરે કલશોર પરીલોકમાં માયાવી પરી,
રંગબેરંગી મેઘધનુષ દેખાય વાદળો ભરી,
આકાશમાં ઊડે બાજ પોતાની પાંખ ધરી,
સફેદ વાદળો ફરે આકાશમાં પાણી ભરી,
જાદુના મહેલમાં રહે જાદુગર જાદુ કરી,
રચાવે જાદુ કરી જાદુગર માયાની નગરી,
પરીલોકમાં રોજ પરીને માથે ખરે જરી,
આકાશમાં ખૂણે ખૂણે પરીઓ લે ફરી,
પરીઓના લોકમાં હોય સરસ મજાની પરી,
બાળકોને ખુશ અને જાદુ કરી આપે પરી,
જાદુગરના લોકમાં મહેલ મોટો ઊભો કરી,
પરીઓ મહેલમાં આનંદ અને ઉલ્લાસમાં ફરી,
બાજનો શિકાર તળાવની માછલી તરી,
જાદુગર અને પરીલોકમાં માયાવી પરી ખરી.
