STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

આમ કશુંય ક્યાં ઉમ્રભર આપે છે

આમ કશુંય ક્યાં ઉમ્રભર આપે છે

1 min
265

ક્યારેક સુખની વસંત આપે છે ક્યારેક દુઃખની પાનખર આપે છે,

આમ રોજ રોજ નવો ઉપહાર તું આપે છે,


ક્યારેક તું ઉદાસી ક્યારેક હતાશા ક્યારેક ગમ આપે છે,

તો ક્યારેક અચાનક તું કોઈ દિલ ખુશ થાય એવી ખુશખબર આપે છે,


ક્યારેક તું સુખોનું લીલુંછમ શહેર આપે છે,

તો ક્યારેક દુઃખોનું તું કાતિલ ઝેર આપે છે,


ક્યારેક તું નાઈલાજ બીમારીઓ આપે છે,

ક્યારેક તું આ બીમારીનો ઉપચાર આપે છે,


ક્યારેક તું અમાસની રાત્રિનો અંધકાર આપે છે,

તો ક્યારેક તું દેદીપ્યમાન ચમકતો પ્રભાકર આપે છે,


ક્યારેક એક એક બુંદ માટે તું તરસાવે છે,

તો ક્યારેક તું મુશળધાર આપે છે,


ક્યારેક આશાનો ચમકતો સૂરજ તું આપે છે,

ક્યારેક નિરાશાનો ઘોર અંધકાર તું આપે છે,


ક્યારેક જ્વલંત સફળતાતો ક્યારેક કારમી હાર આપે છે,

આમ કશુંય તું ક્યાં ઉમ્રભર આપે છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract