STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Inspirational

4  

Aniruddhsinh Zala

Abstract Inspirational

ભવ્ય ભારતની ભવ્ય યશોગાથા

ભવ્ય ભારતની ભવ્ય યશોગાથા

1 min
342

મલક્તાં મુખડાંને રાષ્ટ્રભક્તિથી છલકતાં હૈયાની વાત 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત,


વદન ઝળકતાં અહીં વીરો તણાં, જાણે સૂરજ સાર 

રાષ્ટ્ર કાજે કુરબાની દેવા શૂરવીરો સદા અહીં તૈયાર,

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત,


સહુથી પહેલાં રાષ્ટ્રહિત વસે અહીં સહુના દિલોદિમાગમાં 

તિરંગાને નિહાળતાં જ છલકતું સન્માન સહુનાં હૃદયમાં 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' કહેવાતાં ભવ્ય ભારતની વાત,


જંગમાં જીત મેળવવાં ગોળીઓ મોજથી છાતીએ ઝીલતાં 

વીર યોદ્ધાઓ મારાં વીરગતિને પણ એક અનેરો ઉત્સવ ગણતાં 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત,

 

શિશ પડે ને ધડ એકમાત્ર મારાં મહાન ભારતમાં લડતાં 

ટેક માતૃભૂમિ રક્ષાની મરણ બાદ પણ શૂરવીરો પુરી કરતાં 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત,

 

સિંહનું મુખ ખોલીને દાંત ગણતાં વીર ભારતના પુત્રોની વાત 

દેશ સામે ડોળો કરનારનું મસ્તક વઢતાં જવાંમર્દોની વાત 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત,

 

વૈભવ અમર રહે મા ભારતીનો, રાજ હૈયે બસ એક જ આશ

સંત, શૂરા ને કવિઓ ગાતાં મા ભારતીના સદાય ગુણગાન,


હે મા તવ સિંહબાળ વિનવે, કરજે તું સદા હુંકાર 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત 

મલક્તાં મુખડાંને રાષ્ટ્રભક્તિથી છલકતાં હૈયાની વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract