પાણી ભેટ મોટી ઈશ્વરની
પાણી ભેટ મોટી ઈશ્વરની
પાણી ભેટ મોટી ઈશ્વરની
**====****====**
ખળખળ વહેતાં નીર, જાણે જીવનની સરવાણી.
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી. ધ્રુવ
હ્નદય પણ છલકાવે, કદીક ભીતરથી ખારાં પાણી
પ્યાસ બઝાવે શરીરની, આ વહેતાં નિર્મળ પાણી..
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી.....
પ્રદૂષણથી જરા સાચવીએ, તો માનવ માટે લાભકારી
બગાડે માનવ જો પાણી, માનવ માટે જ નુકશાનકારી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી..
ભિન્ન ગુનો પાણીના, ક્યાંક શૌર્યવંત ક્યાંક શાંત પાણી.
મહત્વતા પાણીની, ભાવથી નમીને પીનાર શૂરવીરે જ જાણી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી
દુકાળે જ કિંમત જળની, સાચી માનવને સમજાણી
ટીંપા માટે તડપતાં માનવી, જોયાં છતાં બગાડે સહુ પાણી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી
જાગો જગતનાં માનવી, સાચવીએ અમુલખ ખજાનો પાણી
'રાજ ' પરમ સ્નેહી બની સાચવીએ, ભેટ ઇશ્વરની પાણી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી
ખળખળ વહેતાં નીર, જાણે જીવનની સરવાણી.
"જળ બચાવો જીવન બચાવો "....
💦👁🌞🏵💧💚💃🌿💦🌹..
વિશ્વ જળ દિવસની શુભકામના
