STORYMIRROR

nidhi nihan

Abstract Inspirational Others

4  

nidhi nihan

Abstract Inspirational Others

ભાઈ બહેન

ભાઈ બહેન

1 min
325

કાચા સુતરના તારથી બંધાયો

બહેન ભાઈના વ્હાલનો દરિયો,


તોફાન મસ્તી સંગ સંગ કરતાં, એ

અમૂલ્ય બાળપણનો છે ખજાનો,


પરણી સાસરે ચાલતી બેનડીને

જોઈએ ચોધાર આંસુડા સારતો,


મા સમ હેતની હેલી વરસાવે બેન

ભલે હોય ભાઈ નાનો કે પછી મોટો,


નથી હોતી જરૂર કોઈ સહિયરની

મિત્ર તણો મળે ભાઈનો સથવારો,


આવી પડે કોઈ પણ જો અડચણો

તોડશો ના સ્નેહનો નાજૂક તાંતણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract