Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ISHAN PANCHAL

Abstract Fantasy

4  

ISHAN PANCHAL

Abstract Fantasy

સફર જિંદગીની

સફર જિંદગીની

1 min
404


દૂધની બાટલીથી ગંગાજળની બાટલી સુધીની સફર છે આ જિંદગીની,

પાપા પગલી કરતા કરતા લાકડીના ટેકે ચાલવાની સફર  છે આ જિંદગીની,


 ઘોડિયામાં સૂતા સૂતા મૃત્યુ શૈયા પર સૂવાની સફર છે આ જિંદગીની,

 પિતાના ખભા પર બેસવાથી માંડીને,

 મંદિરના ઓટલે બેસવાની સફર છે આ જિંદગીની,


 માના ખોળામાં સૂવાથી માડી મૃત્યુના પડછાયામાં સૂવાની સફર છે આ જિંદગીની,

 મિત્રો સાથે સંતાકૂકડી રમવાથી માંડી,

 જિંદગીની રમત હારવા સુધીની સફર છે આ જિંદગીની,


 ગામના તળાવમાં ડૂબકી લગાવવાથી માંડી,

 ગંગા અસ્થિ પધરાવવા સુધીની સફર છે આ જિંદગીની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract