Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ISHAN PANCHAL

Inspirational

3  

ISHAN PANCHAL

Inspirational

તમે એ જ શિક્ષક છો

તમે એ જ શિક્ષક છો

1 min
151


તમે એ જ શિક્ષક છો કે જેમણે સાધારણને સર્વોપરી બનાવ્યો, 

તમે એ જ શિક્ષક છો, કે જેમણે વિદ્યાર્થીઓમાં શિક્ષણની રુચિ જગાવી,


તમે એ જ શિક્ષક છો કે જેમણે વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કર્યું,

તમે એ જ શિક્ષક છો કે જેમણે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કર્યું,

 

તમે એ જ શિક્ષક છો કે જેમણે વિદ્યાર્થીઓને મહાન ઉદ્દેશ્ય આપ્યા,

તમે એ જ શિક્ષક છો કે જેમણે વિદ્યાર્થીઓનું ઉજવળ ભવિષ્ય બનાવ્યું,

 

તમે એ જ શિક્ષક છો,કે જેમણે જ્ઞાનરૂપી ગંગા વહાવી,

તમે એ જ શિક્ષક છો, કે જેમણે અઘરા મુદ્દાને સરળ શબ્દોમાં સમજાવ્યા,


 તમે એ જ શિક્ષક છો કે જેમણે ઉન્નત જીવનનો માર્ગ બતાવ્યો,

 તમે એ જ શિક્ષક છો કે જેમણે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ પાથર્યો,


 તમે એ જ શિક્ષક છો કે જેમણે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપ્યું,

તમે એ જ શિક્ષક છો કે જેમણે સાચા અને ખોટાનો ભેદ બતાવ્યો,


તમે એ જ શિક્ષક છો કે જેમણે કઠોર વચળવાથી વિદ્યાર્થીઓને ખોટા રસ્તે જતા અટકાવ્યા,

તમે એ જ શિક્ષક છો કે જેમણે નાની શિક્ષા કરી જીવનના પાઠ ભણાવ્યા,

 

તમે એ જ શિક્ષક છો કે જેમણે નાની ભૂલો સુધારી અમને ખોટા રસ્તે જતા અટકાવ્યા,

તમે એ જ શિક્ષક છો કે જેમણે ઈશ્વરની ઓળખાણ આપી,

 

તમે એ જ શિક્ષક છો કે જેમણે મોક્ષનો માર્ગ બતાવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational