STORYMIRROR

ISHAN PANCHAL

Fantasy Inspirational

4  

ISHAN PANCHAL

Fantasy Inspirational

જિંદગીની વ્યાખ્યા

જિંદગીની વ્યાખ્યા

1 min
229

લઘુમાંથી વિરાટ થયો બાળપણ ગયું ને જવાની આવી,

ભોળપણ ગયું ને સાણપણ આવ્યું.


ઠોકરો ખાતા ખાતા શીખતો ગયો,

સફળતાને પામવાના પ્રયત્નો કરતો ગયો.


ઉંમર વધતી ગઈને પરિપક્વતા આવતી ગઈ,

કરેલી ભૂલો મને શીખવતી ગઈ.


વૃદ્ધત્વ આવ્યું ને કરચલી પડતી ગઈ,

વાળમાં સફેદી અને મનમાં સાણપણ આવતું ગયું. 


યુવાનીનો જોશ ઠંડો પડતો ગયો, 

જિંદગીની સફળ પૂરી થવા આવી. 


આજે મૃત્યુને આવકારવા બેઠો છું, 

તું આવે ત્યારે હસતા મોઢે તારું સ્વાગત કરીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy