નયનોનાં બાણ
નયનોનાં બાણ
તારા નયનથી ઘાયલ થયો,
તારા સ્મિતમાં પાગલ થયો,
તારી મનમોહન અદાઓએ મારા હૈયાને વિંધી નાખ્યું,
તને પ્રાપ્ત કરવાની ઝંખના તો મને એવી લાગી,
મારા અસ્તિત્વને ભૂલીને તારા દિવસ સ્વપ્નમાં મને ખોજતો રહ્યો,
પણ મને ક્યાં ખબર હતી કે,
તારા નયનોની હરકતો તો માત્ર સમયને પસાર કરવાની રમતો હતી,
તારું સ્મિત તો માત્ર લાગણીઓનું વિસર્જન કરવાનું માધ્યમ હતું,
તું નહીં તો બીજું કોઈ નહીં એમ પણ નહીં, આ તો સાચા પ્રેમને પામવા નીકળેલો,
બસ રસ્તામાં તમે જરા વધારે ગમી ગયા.

