STORYMIRROR

N.k. Trivedi

Abstract Inspirational

4  

N.k. Trivedi

Abstract Inspirational

અહીં કોઈ નથી શાશ્વત

અહીં કોઈ નથી શાશ્વત

1 min
391


અહીં કોઈ નથી શાશ્વત, તેનું કામ બોલે છે,

મિનારાઓ નથી ઊભા છતાંએ નામ બોલે છે,


ધરીને કાન ઊભી છે આ સઘળી ભીંત ત્યાં આજે

ભલે રાખો તમે વાતો છુપી ત્યાં, ગામ બોલે છે,


છે આભાસી આ દુનિયા, ચાલતો રે ! ચળકતો સિક્કો

નથી મોભો, નથી પદવી, ત્યાં ખિસ્સા દામ બોલે છે,


નહીં થાકે કદી સૂરજ, નથી બંધન સમયનું તો

ઉતર્યું છે આ અંધારું, એ ઢળતી શામ બોલે છે,


ન રાજાઓ રહ્યા પણ એ અમીરી ના ભૂલાઈ છે,

હતી જાહોજલાલી એ દીવાને આમ બોલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract