આંખ મારી
આંખ મારી
લાગણી વરસી પડે તો શું કરું,
આંખ મારી રડી પડે તે શું કરું,
ઈચ્છાઓનો કોઈ અંત નથી,
એકાગ્ર મન તૂટી પડે તો શું કરું,
સમર્પણનો હાથ લંબાવ્યો હતો,
ઈર્ષાનો પ્રતિસાદ મળે તો શું કરું,
વાતમાં મગ્ન થયાં કરતું જીવન,
સમયચક્ર બદલાય તો શું કરું,
આદરભાવ દરેકની પ્રત્યે રાખ્યો,
બદલામાં અપમાન મળે તો શું કરું.

