પ્રેમની સરવાણી
પ્રેમની સરવાણી
અમથો વરસાદ નથી વરસતો,
વરસે છે આભલાંની લાગણી,
કોરી ધાક થયેલી ધરાને મળવા,
મેઘરાજ આવા કડકડાટ કરતાં,
વરસાદ તો કોરાં હૈયાંને ભીંજવે,
પાણી ભેગી અનરાધાર વરસે છે,
વરસે ભલે વાદળી માઝા મૂકીને,
આજે આવી ઘડી એનાં પ્રેમની,
જાણે છે ક્યાં એ મનેખને માનવી,
આ તો ધરાના પ્રેમની સરવાણી છે.

