સંગાથ લઈને
સંગાથ લઈને
1 min
380
લાગણીનો લીલો સથવારો લઈને,
નીકળી છું વરસાદનો સંગાથ લઈને,
મનમંદિરમાં ગહેરી કોઈ હામ ભરી,
નીકળી છું હૃદયમાં ચિત્કાર ભરીને,
આંખો મારી કોઈને શોધવામાં રહી,
નીકળી છું મનમાં નવો સંકલ્પ કરીને,
લાગણીઓ ક્યાં ખાલીખાલી વરસે છે,
નીકળી છું હું પ્રેમની સરવાણી બનીને,
પ્રેમની ધારાને કોઈ પથ્થર ક્યાં નડે છે,
નીકળી છું શીલા તોડતો ધોધ બનીને.
