ઘસાઈ જવું
ઘસાઈ જવું
દરેક સંબંધમાં ઘસાઈ જવું પડે,
શરીરથી મનથી ઘડાઈ જવું પડે,
સમસ્યા અહીં દરેકની માથે છે,
સમય સાથે મલકાઈ રહેવું પડે છે,
આ જિંદગીની રીતભાત જુદી છે,
હસતાં હસતાં પીંખાઈ જવું પડે છે,
સંબંધની મર્યાદા સમાજના દરવાજે,
કેટલા દરવાજે ઘડાઈ જવું પડે છે,
સાચવેલી નામની જાળવીને રાખતાં,
માણસની જાતને ઘસાઈ જવું પડે છે.
