તલ્લીન લાગે છે
તલ્લીન લાગે છે
સંબંધ વગરનું કોઈ બંધન લાગે છે,
વાત વાતમાં ગુસ્સાનું મનન હોય છે,
નામ સાંભળી ચહેરા પર ખુશી આવે,
જાણે અજાણ્યું કોઈ બંધન લાગે છે,
તાંતણે બાંધીને દોરી ગુંથી સંબંધની,
બંધાયેલી ડોરનું કોઈ શુકન લાગે છે,
શમણાં સમજાવીને શણગાર કર્યો,
મન એ સપનામાં તલ્લીન લાગે છે,
મનની આશથી હૈયું ધરીને બેઠાં હતાં,
' નશબમા ' બીજાનું ભાગ્યવાન લાગે છે.

