પડકારમાં છે
પડકારમાં છે
નાવ મારી વમળના મઝધારમાં છે,
શબ્દોરૂપી બાણના અંધકારમાં છે,
અમથો માનવી નથી અટવાયાં કરતો,
જીવનમાં રોજ કેટલાય પડકારમાં છે,
પીડા અહીં હર કોઈને થયાં કરે છે,
દરેક દવાનો ક્યાં કોઈ જાણકાર છે,
મનની વ્યથાઓ ઉદ્ભવે માનવી થકી,
મનને પીડા આપનાર યાદગાર હોય છે,
જગ જાણે એની જુદી જગની રીત છે,
સજ્જન માસણ સુખનો ગુણાકાર કરે.
