પરખાય છે
પરખાય છે
ચહેરા પાછળ મુખોટામા માનવી પરખાય છે,
સ્મિતથી નહીં શબ્દથી વ્યક્તિ ઓળખાય છે.
મીઠાં શબ્દોની પાછળ મનછા રાખે છે ઝેરી,
મીઠું બોલનાર કપટી લોકોની ઓળખાણ છે.
જેના પર વિશ્વાસ કર્યો હતો આંખ બંધ કરીને,
વ્યક્તિ બંધ આંખે રમતનો ખેલાડી જણાય છે.
સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ પાંચ હજાર ગણાય છે,
જે ખરા સમયે મદદ કરે એજ સાચો જણાય છે.
સલાહ ન આપો કરતાં સહકાર મદદરૂપ બને છે,
સમય બદલાતાં વ્યક્તિની ઓળખ બદલાય છે.
