ભરમાયા હતાં
ભરમાયા હતાં
એ પહેલાં વરસાદમાં ભીંજાયા હતાં,
પાણીથી નહીં લાગણીથી ભીંજાયા હતાં.
મુલાકાત જીવનમાં એવી સર્જાણી હતી,
વગર વરસાદના વાદળો ગરજ્યા હતાં.
શબ્દો મૌન હતાં આંખો વાતો થતી હતી,
હદયમાં ઘાવ કેટલાક ઉંડા સમાયા હતાં.
સમય સદા અવિરત ચાલતો રહ્યો હતો,
આંખોમાં ભરેલા સપનાં કરમાયા હતાં.
શબ્દોનાં ઘાવ સરળતાથી રૂઝાતા નથી,
એનાં મીઠાં શબ્દોમાં અમે ભરમાયા હતાં.

