ભીડથી દૂર
ભીડથી દૂર
નજર મારી કોઈ સીમાડો શોધે છે,
ભીડથી દૂર ભાગતો કિનારો શોધે છે.
હજારોની ભીડમાં કોઈ આપણું નથી,
ખુદની ખોજમાં કરતો ટેકરો શોધે છે.
પૈસા ગાડી એનાંથી ક્યાં નિરાંત મળી,
સુખની શોધમાં કોઈ મિનારો શોધે છે.
સાશ્વત સુખની પ્રાપ્તિ ક્યાં દરેકને થાય,
મન પ્રફુલ્લિત કરતો કોઈ ડાયરો શોધે છે.
જગતની રીતભાતથી સદા જીવન ચાલતું,
અસ્તિત્વને શોધતો એ વરતારો શોધું છું.
