ત્યારે સાલું લાગી આવે
ત્યારે સાલું લાગી આવે
આગળ પાછળ કાયમ રાખી ઓળખ આપી માન કરે ને ત્યારે સાલું લાગી આવે,
ઝગડો વધતાં મળવા આવી માફી માંગી વાત ફરે ને ત્યારે સાલું લાગી આવે,
છેલ્લે છેલ્લે પ્રેમ જતાવી સંબંધોની કડવાશ ઘટાડી હૃદયે ચાંપી'તી એણે,
યાદો સાથે દોસ્તી રાખી ઘુંટી યાદો, તોય ડરે ને ત્યારે સાલું લાગી આવે,
પીઠ બતાવી નિંદા કરતાં લોકો ચૂપ કરાવી વાત પતાવી માન વધાર્યું પાછું,
વિશ્વાસ ડગે ઢાલ બનીને સાથી ઊભાં હાથ સરે ને ત્યારે સાલું લાગી આવે,
પડછાયા સાથે પ્રીત કરી જીવનનાં કપરાં લાગે સોપાનો શું રસ્તે બેસી જાશો ?
હિંમત રાખી પથ્થર તોડી રસ્તો કરતાં ભાન હરે ને ત્યારે સાલું લાગી આવે,
કાજળ આંજી આજ અમાસી અંધારી રાતે ઘેરો કરશે ડર મનનો જાણી લેજો,
ધારી શકવાની સ્થિતિમાં આજ નથી ને પાન ખરે ને ત્યારે સાલું લાગી આવે.