STORYMIRROR

Minakshi Jagtap

Abstract

3  

Minakshi Jagtap

Abstract

સ્નેહ માવતરનો

સ્નેહ માવતરનો

1 min
186

સ્નેહ માવતરનો દુનિયાથી હોય નિરાળો,

કાળજી પિતાની, મા નો ભાવ ભોળો,


મમતાથી છલોછલ ભરેલું હૃદય મા નું

મક્કમ નિર્ણય કરતા વડીલ ભવિષ્યનું,


અપેક્ષા વિના બાળકોને આગળ લાવવા,

પિતા નીકળી પડ્યા કર્જે ગળાડૂબ થવા,


સંસ્કાર માવતરના અમ સંસાર માંડવે,

દીકરીઓ પરણાવી એકલતા અનુભવે,


બે દીકરીઓના માબાપ આધાર શોધવા મથે,

નિજ ભવિષ્યની ચિંતા બસ અંતરમાં ગોતે,


થાક્યા પિતા કષ્ટ સહી, મા મધુમેહ નિતારીને

ઉતરતી ઉંમરના પગથિયાં ચઢી ચઢીને,


મુજ મોકો મળ્યો છે માતા પિતાની સેવાનો

શું ફેડિશ ઋણ ? છોડી દે વિચાર ભરમનો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract