ફરક
ફરક
ચૂપ રહેવું ને મૌન રહેવામાં ફરક'તો છે,
ચૂપ રહેવાવાળા બધા ચૂપ નથી હોતા,
સૂતા રહેવું ને ઊંઘતા રહેવામાં ફરક'તો છે
સૂતા રહેવું એટલે જાણવા છતાં કંઈ ન કરવું,
ક્યારેક વરસાદ પણ દઝાડે કારણ કે,
ક્યારેક કોઈકની યાદમાં ચાલુ વરસાદ પણ કોરા રહી જઈએ છીએ,
પલળવું ને ભીંજાતા રહેવામાં ફરક'તો છે
અમે એની યાદમાં પલળી ગયા,
જે મજા સફરમાં છે તે મંજિલ પર નથી,
જે મંજિલ મળવા પછી લોકો ભૂલી જાય છે,
જીવવું ને જીવતા રહેવામાં ફરક'તો છે.
