આંગણું
આંગણું
ઘર નાનું હોય તો શું?
એમાં એક મજાનું આંગણું હોય તો બસ,
સ્હેજ નાનું ઘર બનાવો તો બસ,
એમાં એક નાનું આંગણ બનાવો તો બસ,
રંગ કરજો સ્નેહના, ને
લાગણી ભીનું આંગણ બનાવો તો બસ,
દુઃખના રોદણાં કાયમ રહ્યાં,
સ્મિતથી આંગણમાં આવકાર આપો તો બસ,
ના હોય ખાટલો તો કાંઈ નહીં આંગણામાં
આંખોથી આવકાર આપો તો બસ,
એમ ક્યાં બાંધી શક્યું કોઈ ને
દિલના આંગણામાં આવકારો તોય બસ,
હો બિછાના મખમલના જરૂરી નથી
આંગણું દિલથી શોભાવો તો બસ.
