યાદ
યાદ
કોઈનું અઢળક યાદ આવવું એટલે તારી યાદ,
કોઈની યાદ આવતા તાજગી અનુભવી એટલે તારી વાતો,
યાદ આવતા દિલનું ખીલી ઊઠવું,
પલ પલ રોમ રોમમાં સમાવવું એટલે તારી મીઠી યાદ,
આવકારો મીઠો આપવા કાજ થઈ અધીરા,
ફૂલની જેમ ખીલી જવું મારું એટલે તારો આભાસ,
મિલન વેળાએ આમ,
નયનોનું સહેજ ઝૂકાવવું, નયનમાં સમાવવું એટલે બસ તું,
આવજો કહેવાને બદલે તને જતાં જોઈ આમ જરા,
કરમાઈ જવું મારું.
