સવાર
સવાર
સૂરજ ઊગ્યો ને પડી સવાર,
ખીલી ગઈ કળી પડી ખબર,
કળી ખીલીને ફૂલ બની ગઈ
હરખાયું જોઈને કેવું ફૂલ !
આવી ગયો મસ્તાનો ભ્રમર ગાતો મધુર ગીત !
ભવરાના ગુનગુનથી આખો બાગ ખિલ ખેલાઈ ઊઠ્યો
ને કેવી ફેલાણી સુવાસ પુષ્પની !
મહેકી ગયું જાણે આખું નગર,
પ્રેમીપંખીડા ફરવા લાગ્યા બાગમાં
સાથે આપી રહી'તી સાથ સખી,
મલકાણી જાણે નખરાળી ટગર !
આમ આખી દુનિયા અને
પ્રકૃતિ આખી ખીલી ઊઠી,
હટતી નથી એના પરથી નજર !
