તારા વિના
તારા વિના
ક્યાંથી રહી શકીશ હું તારા વિના ?
તારી જ વાત કરું છું, હંમેશા તારા વિના !
ચાહું છું તને બેહદ,
દિલ ઉદાસ છે તારા વિના !
સતાવે છે યાદો તારી,
ગણું છું રાતના તારા એકલી તારા વિના !
રહે તું વ્યસ્ત હંમેશા કામમાં મારું હૈયું છે ઉદાસ તારા વિના,
આંસુડા મારા વહે છે તારા વિના !
નથી જીવાતું આમ જુદા રહીને,
જીવે છે ' હંસ' એમ જ તારા વિના !

