STORYMIRROR

Hansa Shah

Abstract Others

1  

Hansa Shah

Abstract Others

હેપી ફ્રેન્ડશીપ ડે

હેપી ફ્રેન્ડશીપ ડે

1 min
5

ફૂલ નહિ પાંખડી બનીને રહેવું છે,

ભમરાની જેમ મારે તો આ દુનિયાનો મધુર રસ પીવો છે,


પાણી નહીં ઝાકળનું ટીપું બનીને રહેવું છે, 

નથી વહેવું કોઈની આંખોમાંથી આંસુ બની, 

બની શકે તો આમ જ કોઈને આંખનો તારો બનવું છે અને મારે તો કોઈના 

હોઠો પર સ્મિત બનીને રહેવું છે,


નથી જોઈતા મતલબથી ભરેલા સંબંધો,

મને તો બસ નિઃસ્વાર્થ મિત્રોની સંગાથે રહેવું છે

 દુનિયા મારે મારા મિત્ર છે મારે મારા મિત્રસંઘ રહેવું છે

સાગરને કહી દો કે આમ મને લલચાવે નહીં

ના નદીના ને કહી દો મારે આમ સાગરમાં ભળવું નથી

મારે તો ખરખર જણાં થઈને મારા મિત્ર સંઘ વહેવું છે,


મસ્ત પવન થઈ મારે લહેરાવું છે

મને તો બસ આમ જ હસતા ગાતા

મિત્ર બનીને મિત્રો સાથે રહેવું છે....

મારા ખાસ મિત્રને મૈત્રી 

દિવસની હાર્દિક શુભકામના.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract