ભીંજાઉ
ભીંજાઉ
યાદ છે, તને ઓય,
સાંભળે છે ? તને કહું છું,
આજે પણ અનહદ ભીંજાવું ગમે મને,
તું સાથે હોય તારી સાથે મારે આજે પણ લોંગ ડ્રાઈવ જવું છે તું જો હોય સાથે ને
મારા હાથમાં તારો હાથ હોય
અને અજાણ્યાં રસ્તાઓ પર
બસ બને ચાલ્યા કરતા હોઈએ,
ધીમો ધીમો વરસાદ વરસતો હોય અને મારે તો
વરસાદના ટીપાં કરતાં પણ વધુ
તારા પ્રેમમાં ભીંજાઈ જવું છે
મને તારો સહવાસ જોઈએ છે
આવી યાદો હૃદયમાં
સંઘરી લેવી છે,
ઘણીવાર લાગે છે કે બસ તારી સાથે મારે રહેવું છે....
પણ તું ક્યાં છે, તું તો તારા કામમાં વ્યસ્ત છો અને મારું મન તને ગોતે છે બસ મને ફરવું ગમે છે તારી સાથે.

