સફળતાની પારાશીશી
સફળતાની પારાશીશી
કાનુડા માન્યું કે કસોટીની એરણે,
ચડાવવાની તને આદત છે,
ફટાકીયા મોતીને, સાચા મોતીથી
જુદા પાડવાની આદત છે,
સીતાની અગ્નિ પરીક્ષા લઈને,
તેને મહા સતી બનાવી,
મીરાંને ઝેરનો પ્યાલો પીવડાવી,
ભક્તોમાં અમર બનાવી,
ઈસુના શરીરે ખીલા ઠોકી,
લોકોને હૈયે જડી દીધાં,
પણ હે ઈશ્વર હવે કસોટીમાં,
કોઈને રસ જ નથી,
પણ તેઓ જાણતા નથી કે,
કસોટી વિના જશ નથી.
