STORYMIRROR

purvi patel pk

Abstract

3  

purvi patel pk

Abstract

માવતરની ઉજવણી

માવતરની ઉજવણી

1 min
149

ચાલને સખી, કરીએ આજે, માવતરની ઉજવણી,

બાંધીશું બાળુડા ખીલે તો, આકાશી ઉડાન કેમ સમજાશે ? ચાલને સખી, કરીએ આજે, જીવતરની ઉજવણી, 


ઘૂંટડે ઘૂંટડે પીશું ઝેર તો, ઘટમાળ જીવનની કેમ સમજાશે ?

ચાલને સખી, કરીએ આજે, આઝાદીની ઉજવણી છાતીએ વાર ન ઝીલાય તો, બલિદાન કેમ સમજાશે ? ચાલને સખી, કરીએ આજે, મેઘાની ઉજવણી, 


વિરહની વેદના ન હોય તો, ધોધમાર વરસવું કેમ સમજાશે ? 

ચાલને સખી, કરીએ આજે, કુદરતની ઉજવણી, 


કાળમીંઢ અંધકાર ના હોય તો, ઊઘડતી સવાર કેમ સમજાશે ? 

ચાલને સખી, કરીએ આજે, કૃષ્ણની ઉજવણી, 


છોડીને ન જાય તો, પામ્યાનો અહેસાસ કેમ સમજાશે ? ચાલને સખી, કરીએ આજે, રામની ઉજવણી, 

અગ્નિપરીક્ષા ન લેવાય તો, મર્યાદા કેમ સમજાશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract