બચપણ
બચપણ
ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી
બચપણ એટલે જ્યાં હોય છે સ્વની જ હસ્તી ન્યારી,
રમકડાઓની વચ્ચે કેવી વસતી હતી દુનિયા મારી
ખિલખિલાટ હાસ્ય ભરપૂર મસ્તીની અટારી,
મનમાં ધરબાયેલા રહેતા કાંઈ કેટલા રહસ્યો
હરહંમેશ પ્રેમ વરસાવે કેવા સહુ સદસ્યો,
ના ઝાઝી આશાઓ ના કોઈ મોટી અભિલાષા
ના કાંઈ પડે સમજણ પણ જીવવાની હતી ખુમારી,
ચાલ્યા ગયા એ દિવસો કેમ આવી સમજદારી
ચાલી ગઈ જીવનમાંથી નિર્દોષતાની સવારી,
કાશ પાછું મળી જાય મુજને વ્હાલું એ બચપણ
જ્યાં સાચવવા ના પડતા હતા ક્યારેય કોઈ સગપણ.
