કોણ
કોણ
હું રિસાઈ તમે પણ રિસાયા,
તો આપણને મનાવશે કોણ ?
આજે તિરાડ છે કાલે ખાઈ બની જશે,
તો પછી એને ભરશે કોણ ?
હું મૌન અને તમે પણ મૌન,
તો પછી આ મૌનને તોડશે કોણ ?
નાની નાની વાતોને દિલથી લગાવશું,
તો પછી સંબંધ નિભાવશે કોણ ?
છૂટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ,
તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?
ના હું રાજી અને ના તમે રાજી,
તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?
એક અહમ મારો અને એક તમારી અંદર પણ,
તો પછી આ અહમ ને હરાવશે કોણ ?
યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે પણ,
પછી આપણને ધેરી આપશે કોણ ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે,
તો પછી આ વાતને વાગોળવા અહીં રહેશે કોણ ?

