STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

ગઝલ પૂરી કરવી છે તારી

ગઝલ પૂરી કરવી છે તારી

1 min
204

ગઝલ તારી લખી રહ્યો છુંં,

ઓ પ્રિયતમા મારી વ્હાલી, 

આવીને તું સૂરત દેખાડી જા, 

ગઝલ પૂરી કરવી છે તારી... 


જ્યારથી તું ચાલી ગઈ છો,

કલમ સૂની પડી છે મારી,

તારા વિચારોમાં ડૂબી ગયો હું, 

વિરહની વેદના છલકાણી.

તારી યાદમાં જીવન વિતાવું છું, 

નામ તારૂ રટુ જીભ પર મારી,

આવીને તું સૂરત દેખાડીજા,

ગઝલ પૂરી કરવી છે તારી...


નયનોથી આંસુ વહાવું છું,

દિલમાં છબી છે તારી,

મિલનની ઈચ્છા પૂરી કરી જા,

વસંત મહેંકાવી દે મારી.

જા ભૂલ થઈ છે મારાથી "મુરલી", 

માફ કરી દે પ્રિયતમા વ્હાલી,

આવીને તું સૂરત દેખાડીજા,

ગઝલ પૂરી કરવી છે તારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance