જીવનનૈયા તું મારી
જીવનનૈયા તું મારી
મઝધારે ફસાઈ હતી જ્યારે જીવનનૈયા મારી,
ત્યારે હલેસો બની હંકારી હતી તે જીવનનૈયા મારી,
ભીતરનાં તોફાનોએ તોડી નાખી હતી હિંમતની નાવડી મારી,
ત્યારે હૂંફ આપી સમારી હતી તે જિંદગીની નાવડી મારી,
ઝઝૂમી રહ્યો હતો એકલો અટૂલો સામા પવને લઈ નાવડી મારી,
ત્યારે હાથમાં હાથ પરોવી સાથ આપ્યો હતો આવી જિંદગીમાં મારી,
નહોતો દેખાતો દૂર દૂર સુધી કિનારો મુજને,
ત્યારે દીવાદાંડી બની રાહ દેખાડવા જિંદગીમાં આવી મારી,
મોતનો ડર ક્યાં રહ્યો હવે મરજીવા મુજને ?
યમરાજને આવતા અટકાવે તેવી દમયંતી જિંદગીમાં આવી ગઈ મારી,
વાવાઝોડાની શું વિસાત છે કે હલાવી શકે જિંદગી મારી ?
તે મળી ગઈ છે મઝધારમાં, હવે જિંદગીમાં વસંત આવી ગઈ મારી,
ડૂબતી "દીપ"ની કશ્તીનો તરાપો છો હે ! જીવનસંગિની મારી,
સાગર તો શું ભવસાગર સાથ સાથ પાર ઉતરવાની તૈયારી છે હવે મારી.

