મારી કવિતા
મારી કવિતા
1 min
113
દિલની અંદરનો અવાજ એટલે મારી કવિતા,
હર ક્ષણ કહું હું મારી કવિતા,
લખું કે ના લખું હું કાગળ ઉપર તોય બને મારી કવિતા,
હૈયામાંથી જે નીકળે શબ્દ તે મારી કવિતા,
જનમી ને કરૂ પહેલી કવિતા,
રડીને સંભળાવું હું મા ને પહેલી કવિતા,
ના બોલું કે ના લખું તોય આંખોથી કહું હું પ્રિયતમાને કવિતા,
આંખોની ભાષામાં કહું હું મારી કવિતા,
છેલ્લા શ્વાસ લેતી વખતે ઈશ્વરને કરૂ હું પ્રાર્થના તે મારી કવિતા,
મર્યા પછી પણ લોકોના દિલની કિતાબમાં કાયમ યાદ રહુ "દીપ" હું તે મારી અંતિમ કવિતા.
