મારા બગીચે
મારા બગીચે
આવ્યો એક દિન મારા બગીચે,
ગણ ગણ કરતો ગૂંજતો આવ્યો મારા બગીચે,
ફૂલ પર મંડરાયો મારા બગીચે,
ખીલતી કલી જોઈ મુસ્કરાયો મારા બગીચે,
પ્રેમમાં પાગલ થઈ ગયો મારા બગીચે,
કલીનાં પ્રેમમાં પૂરાયો મારા બગીચે,
યુવાનીના આંગણે ખીલી ગઈ કલી મારા બગીચે,
ભમરા સાથે પ્રેમ ગીત ગુંજતી થઈ ગઈ મારા બગીચે,
એક દિન રાજકુમાર આવ્યો મારા બગીચે,
લઈ ગયો ફૂલને રહી ગયો ભમરો મારા બગીચે,
પ્રેમમાં પાગલ ભમરો પ્રેમમાં કુરબાન થઈ ગયો મારા બગીચે,
ઉજ્જડ થઈ ગયો મારો બગીચો,
ઝાકળના આંસુથી ભરાઈ ગયો "દીપ" મારો પ્રેમનો બગીચો.

