STORYMIRROR

Dipakbhai Makwana

Others

3  

Dipakbhai Makwana

Others

લખાઈ જાય છે કવિતા

લખાઈ જાય છે કવિતા

1 min
168

લખવા બેસુ તો નથી લખાતી કવિતા,

મનમાં ભાવ ઉપજે ને આપોઆપ લખાઈ જાય છે કવિતા,


રસ્તામાં રખડતા રખડતા કંઇક જોવ ને રચાય જાય છે કવિતા,

શબ્દો સાથ આપે તો આપોઆપ લખાઈ જાય છે કવિતા,


પ્રિયતમાની આંખોમાં જોવ છુ ને રચાઈ જાય છે પ્રેમ કથા,

બાગમાં રમતા બાળકોને જોવ છુ ને રચાઈ જાય છે બાળકવિતા,


રખડતા ભટકતા શબ્દોને વીણીને લખું છુ કવિતા,

વીણેલાં શબ્દોને કાવ્યના તાંતણે પરોવી લખું છુ કવિતા,

 

 લાગણીની શાહી ભરી લખું છુ કવિતા,

 કાળજાના કટકા ને કાગળ બનાવી "દીપ" હું લખું છુ કવિતા,


Rate this content
Log in