STORYMIRROR

Dipakbhai Makwana

Classics Children

4  

Dipakbhai Makwana

Classics Children

બાળવાર્તાના પાત્રો

બાળવાર્તાના પાત્રો

1 min
271

બાળપણના દિવસો મસ્તીમાં ગયા

બાળવાર્તાનાં પુસ્તકો બધા હવે પસ્તીમાં ગયા


ચકો ચકી ઉડી ગયા વનમાં

વાર્તામાં તેના ચિત્રો રહી ગયા


મે એક બિલાડી પાળી હતી તે રંગે બહુ રુપાળી હતી

આવી કવિતાને બધા ભૂલી ગયા


અકબર બીરબલની વાર્તાની વાતો વા સાથે વહી ગઈ

બાદશાહ બદલાઈ ગયા

ને પ્રધાને પણ બદલાઈ ગયા

રાજકારણની વાતો કરતા થઈ ગયા


પરીઓની વાતો બધી પાતાળમાં ગઈ

બ્યુટી પાર્લરમાં જઈ મોબાઈલમાં

નવી પરીઓ શણગાર સજી આવી ગયા


પસ્તીના પાનામાં શોધે છે "દીપ"

આ મોબાઈલના યુગમાં મારા

બાળવાર્તાના પાત્રો ક્યાં ખોવાઈ ગયા


Rate this content
Log in

Similar gujarati poem from Classics