વીજળી વહાલી લાગે
વીજળી વહાલી લાગે
વીજળી તું મને વહાલી લાગે,
તું ચમકે છો ત્યારે કેવી પ્યારી લાગે.
ક્યારેક નમણી નારીનાં નેનોની પલકારી લાગે,
ક્યારેક બે વાદળોનાં હોઠ વચ્ચે મલકતી લાગે.
ક્યારેક વાદળો વચ્ચે રમતી સંતાકુકડી લાગે,
ક્યારેક રામ રાવણનાં ટકરાતાં તીરોનાં તિખારા લાગે.
આકાશમાં રમતી રહે ત્યાં સુધી સારી લાગે,
તૂટી પડે જો કોઈની ઉપર ત્યારે યમરાણી લાગે.
હું તો લખું વીજળીનાં ચમકારે આજે,
"દીપ"ને તો પ્રેરણાપંથ દેખાડતી દીવાદાંડી લાગે.

